________________
(૩૭૪ ) આચાર્યની વાણી સાંભળી ગપ્રતિપન્ન સાધુઓ બેલ્યા, “હે ભગવદ્ ! આપ તો બે ત્રણ દિવસ બહારગામ રહેશે તે દરમીયાન અમારે વાચનાચાર્ય કેણ થશે ?”
“તમારે વાચનાચાર્ય વજી થશે” ગુરૂમહારાજે કહ્યું.
ગુરૂની વાણી સાંભળી સાધુઓ અજાયબ થયા, “આ બાળવામુનિ જે ભણવામાં પણ આળસુ છે તે અમને પાઠ શી રીતે આપશે?” છતાં ગુરૂ ઉપર એકાંત ભક્તિવાળા સાધુઓએ ગુરૂ સાથે કાંઈ પણ વાદવિવાદ નહિ કરતાં ગુરૂનું વચન સ્વિકારી લીધું ને ગુરૂ અન્યત્ર વિહાર કરી ગયા.
પ્રકરણ ૪૨ મું.
વાચનાચાર્યપદે. બીજે દિવસે પ્રભાતના ગુરૂ અન્યત્ર વિહાર કરી ગયા ને સાધુઓ પ્રાતઃકિયાથી પરવારી વાચના ગ્રહણ કરવાને વાઋષિને મુખ્ય આસન ઉપર બેસાર્યા. ગુરૂની આજ્ઞા છે એમ ધારીને વજમુનિ પણ મુખ્ય આસન પર બેઠા. સાધુઓએ આચાર્યની જેમ તેમને વિનય સાચવ્યું. વંદનાદિક કર્યું. પછી સર્વ સાધુઓને અસર કરવામાં વજ