________________
(૩૭૨) મુનિ ફક્ત એકલાજ વસતિમાં હતા તેમણે બાળચેષ્ટાથી સાધુઓની ઉપધિઓને મંડલાકારે ગોઠવી પોતે મધ્યમાં બેસી ઉપાધ્યાય અથવા તે આચાર્ય જેમ શિષ્યને વાચના (પાઠ) આપે તેમ વર્ષાઋતુના મેઘસદશધ્વનિથી વાચના આપવા લાગ્યા. એ વાચનામાં અગીયારે અંગ તથા પૂર્વગતશ્રુતના આલાવા બોલવા લાગ્યા. વાચના આપતાં કેટલે સમય પસાર થયો તેની બાળક વજમુનિને ખબર પડી નહિ. તે દરમીયાન આચાર્ય સ્થડિલભૂમિથી પાછા આવતા હતા, તેઓ ઉપાશ્રય પાસે આવ્યા એટલે પૂર્વગત શ્રુતના ને અગીયારે અંગના પાઠો સાંભળી વિચારવા લાગ્યા, “શું સાધુઓ એટલી વારમાં આવી ગયા ને મારી આવવાની રાહ જોતા તે મહર્ષિઓ સ્વાધ્યાય કરે છે શું?”
ક્ષણવાર ઉભા રહી આચાર્ય વિચાર કરવા લાગ્યા, “શબ્દ તે એકજ સાધુને સંભળાય છે. ત્યારે આ પૂર્વગતશ્રુતને અભ્યાસ કરનાર આ ક્યા સાધુને અવાજ છે. અવાજ તો વા જેવો છે, ત્યારે વજા જે અવાજ ક્યા સાધુને છે. નહિ નહિ આતો વજરૂષિજ વાચના આપે છે, જે આ વાજ હોય તે આ બધુએ શીખ્યો ક્યારે? આ અગીયારે અંગ અને પુર્વગતશ્રુતની પણ વાચના આપે છે. આ બધુ શું ગર્ભાવસ્થામાં તે શીખે હશેઆ તો એક આશ્ચર્યની વાત છે. બાળવજા મુનિમાં આટલું બધું જ્ઞાન, અને તે બધુ શીખ્યો કેવી રીતે એ ઘણું વિચારવા જેવી વાત છે. સાધુએ એને