________________
(૩૭૧) નિષ્પાપ કહ્યાં. પણ સંઘનુ વચન તમે માન્ય કર્યું નહિ એ પ્રાયશ્ચિત્ત લાગેલું તેની આલોચના આપી હતી. ભગવાન પણ સંઘને નમે છે. એ ચતુર્વિધ સંઘ મળીને જે પ્રમાણ કરે તે ગમે તેને પણ માન્ય કરવું જોઈએ. એ સંઘની અવજ્ઞાના પાપથી ભીરૂ વાસ્વામીએ પણ માતાની ઉપેક્ષા કરી સંઘને ઉત્કર્ષ વધાર્યો હૌં. બાળપણમાં સાંભળવા માત્રથી શ્રુતજ્ઞાન ભણેલા છતાં જે લઘુતાથી ભરેલા હતા અને જે લઘુતાથી ભરેલા હોય છે એનામાંજ જગત પ્રભુતા સ્થાપન કરે છે. પ્રભુતા સ્થાપન કરવી એ કાંઈ પિતાનું કામ નથી, પ્રભુતા તો જગત તરફથી મળે ત્યારેજ એ શ્રેષ્ઠ પ્રભુતા કહેવાય. જે પિતાની મેળે જ પ્રભુતા મેળવવા પ્રયત્ન કરે છે, અથવા તો સંઘની અવગણના કરીને પિતાના અંધ ભક્તો મારફતે પ્રભુતા મેળવવા પ્રયત્ન કરે એનાથી વસ્તુતઃ તો સાચી પ્રભુતા ઘણીજ દૂર છે. જે પ્રભુતા જગતને માન્ય નથી એવી પ્રભુતાથી શું ? સ્વયં જગતજ જ્યારે પ્રભુતા આપવા ચાહે અથવા તો એવી ગ્યતા પ્રાપ્ત થાય ત્યારે લઘુતા ધારણ કરવા છતાંય પ્રભુતા અણને તરી આવેજ. વજસ્વામીને આ બધું ઘટેજ છે. પિતે લઘુતા ધારણ કરવા છતાં અને પ્રભુતાની ઈચ્છા નહિ છતાં એમની પાસે એની મેળે પ્રભુતા ચાલી આવે છે.
એક દિવસ બપોરના સાધુઓ આહારને માટે ગયા હતા ને આચાર્ય સ્થંડિલભૂમિએ ગયા, ત્યારે બાળ વા