________________
(૩૭૩) ભણવાનું કહે છે ત્યારે આટલા માટે જ તે આળસ કરે છે. અને બાળપણમાં એ પાઠમાં આળસુ છે એમ સમજીને મેં પણ એને શીખામણ આપી હતી. પણ આ તો પુર્વગતશ્રુત જાણે છે. જે શ્રુતને જ્ઞાતા છે એમાં એને ભણવાપણું શું હોય? પણ હવે મારા સાંભળી જવાથી એને લજજા ન થાય, માટે એને સાવધ કરવો જોઈએ.”
વાસ્વામીના ગુણેથી પ્રસન્ન થયેલા આચાર્ય દૂર ગયા ને મોટા શબ્દથી નિસિહિ કહેતા દ્વાર પાસે આવ્યા. ગુરૂને શબ્દ સાંભળી જ સ્વસ્થ થયા, ઉપાધિઓ પિત પિતાને સ્થાનકે ગોઠવી બહાર આવી વામુનિએ ગુરૂ પાસેથી દાંડે લઈ એમના ચરણે સાફ કરી એ ચરણરજને વંદન કરી પિતાના લલાટપર સારી રીતે લગાડી. ગુરૂ આસન ઉપર બેઠા
એટલે પ્રાશુક જળથી ગુરૂના પગ ધોઈ એ જળને મસ્તકથી વંદન કર્યું. શિષ્યની આવી ભક્તિ જોઈ આચાર્ય ચિંતવવા લાગ્યા કે, “ અહો આ બાળક છતાં મહાપુરૂષને કે વિનય છે, કૃતસાગરને પારંગત છે. વજાના સ્થાનરૂપ હોવાથી સુરક્ષય છે. એના મહાભ્યને નહિ જાણનારા અન્ય સાધુઓ એને બાળક જાણુને એની અવજ્ઞા ન કરે તે માટે કંઈક પ્રયત્ન કરે જોઈએ.”
તેજ રાત્રીએ ગુરૂમહારાજે શિષ્યને બોલાવી કહ્યું કે, “ મારે અમુક ગામ જવું છે ને બે ત્રણ દિવસ ત્યાં રહેવાનું થશે.”