________________
(૩૭૯) આચાર્યો મનમાં એ પ્રમાણે નક્કી કરી વજાષિને આદેશ કર્યો કે, “હે વત્સ! તું ઉજજયની જા. ત્યાં સંપૂર્ણ દશ પૂર્વના જ્ઞાતા ભદ્રગુપ્ત ગુરૂના મુખથી સાંભળી દશ પૂર્વને અભ્યાસ કર. તારા સિવાય દશ પૂર્વને અભ્યાસ કરી શકે તે કઈ મુનિ નથી. આ બધા અત્યલપ બુદ્ધિવાળા હોવાથી તારી બરાબરી કરી શકે તેમ નથી. એ દશ પૂર્વને અભ્યાસ કરતાં જ્યાં મારી બુદ્ધિ પણ સ્પલીત થાય ત્યાં તેઓ શી રીતે સમર્થ થઈ શકે, માટે હે સેમ્ય! મારી આજ્ઞાથી દશ પૂર્વને અભ્યાસ કરી પાછો શીધ્ર આવ. આ કાર્યમાં શાસનના અધિષ્ઠાયક દેવતાઓ તને સહાયકારી થાઓ. હે વત્સ! કુવામાંનુ જળ જેમ ઉપવનના વૃક્ષેામાં પ્રસરે છે તેમ તારા મુખદ્વારાએ દશ પૂર્વ આ મહર્ષિઓમાં પ્રસરે.”
આ પ્રમાણે કહીને આચાર્યો વષિને અવંતી તરફ જવાને આદેશ કર્યો. નવું અને દશપૂર્વનું શ્રુત ભણવાના લાલચુ વજમુનિ પણ આવી ગુરૂ આજ્ઞા સાંભળી મનમાં અતિ પ્રમોદ પામ્યા ને ગુરૂની આજ્ઞા લઈ બે સ્થવિરેની સાથે ભદ્રગુપ્ત આચાર્યના ચરણથી પાવન થયેલી ઉજ્જથીની નગરી તરફ ગયા. આચાર્યું પણ એમને વિજય ઈચ્છી રજા આપી.
અવંતીના એક ઉપાશ્રયમાં શિષ્યો સહિત ભદ્રગુણાચાર્ય રહેલા હતા. સંપૂર્ણ દશ પૂર્વના જ્ઞાતા અને ઉત્કૃષ્ટ ચારિત્ર