________________
( ૩૬૨ )
કરવાનું વિશેષ ધ્યાન આપ્યુ .એવી રીતે સાંભળવા માત્રથી એ બાળ વજ્રકુમાર લગભગ અગીઆરે અગના જ્ઞાતા થયા તે દરમીયાન બીજા પાંચ વર્ષ વ્યતીત થયાં ને વર્ષોંકુમારની ઉમર આઠ વર્ષની થઇ.
વીર સંવત ૪૯૬ માં એટલે પાંચમા સૈકાના અતમાં વજાસ્વામીને જન્મ થયા અને વીર સંવત ૫૦૪ માં છઠ્ઠા સૈકાની શરૂતાતમાં આઠ વર્ષની ઉમરે વજ્રસ્વામીની દીક્ષા થઇ, અર્થાત્ વિક્રમ સંવત ૨૬ માં જન્મ અને ૩૪ માં એમની દીક્ષા થઇ.
વજ્રસ્વામીની આઠ વર્ષની ઉંમર થઇ, ને સિદ્ધગિરિસૂરિ પણ વિહાર કરતા કરતા પાછા આ શહેરમાં આવ્યા. વજ્રની ઉમર આઠ વર્ષની થવાથી એમને ઉપાશ્રયે લાવી શાસ્ત્રની વિધિ પ્રમાણે એમની મરજીથી તેમજ સકલસંઘની અનુમતિથી દીક્ષા આપી. સિદ્ધગિરિસૂરિ મહાવીરસ્વામીની પાટે તેરમા પટ્ટધર હતા.
દીક્ષા લીધા પછી એક દિવસે ગુરૂ વજ્રસ્વામીને લઇ અવંતી તરફ ચાલ્યા. મામાં વૃષ્ટિ થવાથી એક યક્ષના મંદિરમાં પરિવાર સાથે સૂરિ રહ્યા. તે સમયે વજ્રસ્વામીના પૂર્વભવના મિત્રા ભક દેવતાએ એમના સત્ત્વની પરીક્ષા કરવાને આવ્યા. નાના બાળ વજ્રમુનિ ચારિત્ર પાળવામાં કેવાક છે તે જોવાના વિચારથી વણીકના વેષ ધારણ કરી