________________
( ૩૬૧) એ ચિંતાથી આકુળ વ્યાકુળ થયેલી સુનંદાને જીવ મુંઝાવા લાગે. કઈ રીતે એનું મન શાંત થાય નહી. આખરે એણે પણ નિશ્ચય કર્યો, “ભાઈ, ભર્તાર અને પુત્ર જે માગે ગયા, તેજ માર્ગ મારે પણ હો.” આ અનિત્ય સંસારની માયાને વિચાર કરતાં છેવટે એને સત્ય સમજાયું.
સગા સંબંધીઓને તેડાવી, સૈ સૈને આપવું ઘટે તે આપીને બાકીની લક્ષ્મી સાત ક્ષેત્રમાં વાપરી સુનંદાએ સિંહગિરિસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી.
વજકુમાર ત્રણ વર્ષના થઈ ગયા હતા. વરાગી અને દીક્ષાની આતુરતાવાળા હતા, છતાં નાની ઉમર હોવાથી એમને પાછા સધ્ધીઓના ઉપાશ્રયેજ ઑપી સાધુઓ અન્યત્ર વિહાર કરી ગયા. - સાધ્વીઓના ઉપાશ્રયે રહેતા વજકુમાર નિર્દોષ બાળચેષ્ટા કરતા સર્વને આનંદ પમાડતા હતા. કેઈ વખતે સાધ્વીઓ અભ્યાસ કરતી, એક બીજાને ભણાવતી, વાદવિવાદ કરતી, અર્થની ધારણ કરતી તે બધું વાકુમાર પારણામાં સુતા સુતાં સાંભળતા હતા. પદાનુસારી લબ્ધિથી વજ બધુ શ્રત ધારી લેવા લાગ્યા. અભ્યાસ કરતી સાધ્વીઓ ગુરૂ પાસે પાઠ લેતી તે પણ વજ બાલક છતાં એક ચિત્તે શ્રવણ કરતા હતા. પિતે બાલક છતાં સ્તનપાન કરવાનું છોડી દીધું હતું. એમણે સાધ્વીઓના અભ્યાસ તરફ શ્રવણ