________________
( ૩૬૭).
અલ્પ શક્તિવાળા માનવીનું મસ્તક તો અવશ્ય એવા ચરિત્ર આગળ નમે જ. બાલપણ છતાં વાસ્વામીના ચારિત્રને દેવોએ પણ વાંદેલું ને વખાણ્યું છે. સાધુઓની પાસે ખરૂ ધન જે હોય તે તે તે ચારિત્રજ ! .
પ્રકરણ ૪૧ મું
લઘુતામાં પ્રભુતા. ચારિત્ર પળાતું ન હોય તેમજ દીક્ષા લીધા છતાં જે દીક્ષા પાળવાને સમર્થ નથી છતાં ઉપરથી ચારિત્રને ડોળ કરી જગતને માત્ર ઠગવા પુરત દંભ કરાતા હોય, તો એવા ચારીત્ર પાળનારની સમાજમાં કાંઈ પણ કિમત નથી. તેમજ જે ચારિત્ર સારું ન હોય તો એમના ગમે તેવા સારા ઉપદેશની પણ અસર થતી નથી. તેમના વચન ઉપર કોઈને શ્રદ્ધા આવતી નથી. ભલે રાગી હોય તેમનાથી મનાય કે પૂજાય તેથી શું ?
છતાંય ભગવાનનું ચારિત્ર તે ઉત્તમ અને મોક્ષલક્ષ્મી નજીક કરનારું છે એ નકકી જ છે. એ ચારિત્રને આરાધી, નિરતિચારપણે એનું પાલન કરી અનંતા મનુષ્યો સંસારને પાર પામી ગયા, અનંતા મસ્તકો એની આગળ ઝુક્યાં છે.