________________
(૩૬૬) ન થાય એ બીકે કંઈક ગણગણ કર્યા કરતા હતા. ને પાછા હતા તેવાને તેવા જ. એ ભણેલા શાસ્ત્રોમાં ફરી શું ભણવાપણું હોય પણ એ પિોતે પોતાના જ્ઞાનનો પ્રકાશ કરે તેમ નહતું, તેથી વજી રૂષિમાં આટલું બધું શાસ્ત્રનું જ્ઞાતાપણું છે એની સ્થવિરેને કયાંથી ખબર હોય?
બાળક છતાં વજી સ્વામી ચારિત્ર પાળવામાં અદ્ભુત હતા. સંસારનો ત્યાગ કરી પંચ મહાવ્રત ઉચ્ચરનારને હંમેશાં ચારિત્ર માટે જાગૃત રહેવું પડે છે. એ મહાવ્રતમાં લેશ પણ દૂષણ ન લાગે તેને માટે હમેશાં કાળજી રાખવી પડે છે. દીવસમાં નવ વાર કરેમિ ભંતેને પાઠ બોલી ત્રિવિધ ત્રિવિધે જેમણે પાપને વસીરાવી દીધું છે એવા મહામુનિઓ દેવને પૂજવા યોગ્ય છે. એનું કારણ એમની ચારિત્ર પાળવાની શક્તિ, પાંચમહાવ્રતમાં અતિચાર પણ ન લાગે તેવી તેમની જાગૃતિ, સાવધાનતા, ઉપરાંત તેમનો કષાય અને રાગદ્વેષ જીતવાનોજ સતત પ્રયત્ન વિગેરે છે. કોઈ વદે તો એમને ખુશ થવાનું ન હોય, કઈ હીલના કરે તો નારાજી ન હોય, શ્રાવકોને ઉશ્કેરી કજીઓ કરાવાપણું ન હોય, એ ચારિત્ર પાળવામાં એવા સાવધાન હોય કે જેથી સામા માણસનું મસ્તક ભક્તિથી સ્વભાવિક રીતે જ નમી પડે. સાધુઓને વળી શ્રાવકને નમાવવાની કે વંદાવવાની ફરજ પાડવાની હોય ખરી ! ચારિત્રમાંજ એવી અજબ શક્તિ છે કે જેની આગળ ઇંદ્રાદિક મહાદેવનાં મસ્તક ઝુકી પડે તે.