________________
(૩૬૮ ) ચારિત્રના આરાધકને એવી ફર્યાદ કરવાનો સમય નથી આવતે કે શ્રાવકે અમને માનતા નથી, વાંદતા નથી, અમારી ભક્તિ કરતા નથી. એમ બોલવું એજ સાધુધર્મની ખામી સૂચવે છે. સાધુપણ લીધા પછી રાગદ્વેષ જીતવા તરફજ જે ધ્યાન આપવામાં આવે, તો સંસારની ઘણી રાગદ્વેષ પ્રવૃત્તિ સ્વાભાવિક જ ઓછી થાય. બાકી ચારિત્ર. તે એવું ઉત્તમ છે કે એના પાળનાર આગળ શ્રાવકે તે શું બકે શ્રાવકથી ઈતર જનોનાં મસ્તક પણ મુકે છે. શ્રાવકે એટલું તો સમજે છે કે જે મહાન વસ્તુ પિતાનાથી બની શકતી નથી, જેનો અંશ પણ પાળવાને પોતે સમર્થ નથી, તપ કરતાં પણ જે ધ્રુજી ઉઠે છે એવા શ્રાવકે પણ જ્યાં સત્ય વસ્તુ જુએ છે ત્યાં તો અવશ્ય શીર ઝુકાવે છે.
વાસ્વામી બાળક છતાં ચારિત્ર પાળવાની એમની મહાન શક્તિ, કે જેની દેવે પણ કદર કરે છે એમની આગળ શીર ઝુકાવે છે. આહારની ગવેષણ કરવામાં પણ બાળક છતાં પણ કેવા ઉપગવાળા છે. આવા ઉત્તમ ચારિત્રવંત સાધુ હોય અને તેમાંય સમ્યજ્ઞાનથી પરિપૂર્ણ હોય એ તે સુવર્ણ અને સુગંધ સાથે મળેલાં કહેવાય. એને તો દેવો પણ નમે તો માનવીની શી ગુંજાશ?
વજ મુનિ અગીઆર અંગ ઉપરાંત પૂર્વના જ્ઞાનના પણ જ્ઞાતા પુરૂષ છતાં એમનામાં જરાય જ્ઞાનને ગર્વ ન