________________
(૩૬૫) અનેક શિષ્ય પરિવારને સિંહગિરિસૂરિ પાઠ આપતા હતા. કેઈ અંગેનું અધ્યયન કરતા તે કેઈને પૂર્વગતશ્રતને પણ અભ્યાસ કરાવતા હતા. એ સાધુઓ સાથે વિહાર કરતાં એમને અભ્યાસ શ્રવણ કરવા માત્રથી પદાનુસારી લબ્ધિથી એમના અગીઆરે અંગમાં જ્યાં ત્રુટી કે શંકા જેવું હતું તે દૂર થઈ ગયું ને અગીયારે અંગ સુદઢ થયાં. તેમજ પૂર્વગતશ્રુત પણ જે જે અભ્યાસ કરાતું હતું તે સાંભળવા માત્રથી તરતજ ગ્રહણ કરી લેતા હતા. એવી રીતે સાંભળવા માત્રથી વા સ્વામીએ અગીયારે અંગ ઉપરાંત પૂર્વગતશ્રુત પણ પ્રાપ્ત કર્યું હતું. એ બાળમુનિ વજને અનેક સાધુઓ કહેતા કે “વત્સ ! કંઈક અધ્યયન કરે. અભ્યાસ કર.” તેમના કહેવાથી વજરૂષિ નિદ્રાળુની જેમ કંઈક ગણગણ કરતા હતા.
પિતાતી શક્તિનો પ્રકાશ ન કરતાં મનમાં કંઈક અવ્યક્ત બેલતા ને બીજા મુનિઓ ભણે તે સાવધાનપણે સાંભળતા હતા. અભ્યાસ કરવામાં મંદ આદરવાળા હોવાથી સાધુઓ સિંહગિરિ આચાર્યને કહેતા કે “ વજરૂષિને અભ્યાસ કરાવે તો ઠીક !”
બાળકપણું હોવાથી એ આળસુ છે. ભણશે ધીરે ધીરે, ભણ્યા વગર કાંઈ હવે એને ચાલવાનું છે.” આચાર્ય સર્વને સમજાવતા ને વજીને પણ વખતો વખત અભ્યાસ કરવાનો ઉપદેશ કરતા હતા. વા પણ ગુરૂ આજ્ઞાને ભંગ