________________
(૩૬૩) ગુરૂ પાસે આવી બોલ્યા, “ભગવન્વૃષ્ટિ બંધ થઈ ગઈ છે. આ સામે અમારે ઉતારે દેખાય છે, પેલા તંબુઓ ઉભા કરેલા છે ત્યાં આહાર પાણીની બધી જોગવાઈ છે માટે ગોચરીને અર્થે પધારે !”
વૃષ્ટિ નિવૃત્ત થયેલી હોવા છતાં પિતાને તે આહાર પાણીની જરૂર નહોતી પણ વજમુનિ બાળક હોવાથી એમને લઈ જવાને કહ્યું. વજીસ્વામી પણ આવશ્યક ક્રિયા કરી બીજા એક મુનિની સાથે ઈર્યાસમિતિનું ચિંતવન કરતા વહેરવા નિકળ્યા, પણ માર્ગમાં અત્યંત સુક્ષ્મ તુષારબિંદુ પડતા જઈ અપકાયની વિરાધનાથી પાછા ફર્યા. પેલા વેષધારી વણકે એ એટલી વૃષ્ટિ પણ બંધ કરી ને ફરી પાછા વજરૂષિને લઈને ચાલ્યા. તંબુમાં આવ્યા પછી આહાર પાણી આપવાની ઈચ્છાથી દેવતાઓ ઉતાવળ કરવા લાગ્યા. જે જે વસ્તુઓ વહોરાવવાની હતી તે વજરૂષિ પાસે લાવ્યા. તે વસ્તુઓને જોઈ વજીરૂષિએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિચાર કર્યો, અરે ! આ કેળુ વગેરે દ્રવ્ય એ કયાંથી લાવ્યા હશે ! આ ઉજજયની ક્ષેત્ર સ્વભાવથીજ કર્કશ છે. અહીયાં આવી વસ્તુઓ ઉપજવા સંભવ નથી. વળી વર્ષાઋતુની શરૂઆતમાં તો આ ફળની વાત જ શી!”
બાળ વાર્ષિ વસ્તુઓનો વિચાર કરતા એ વેષધારીઓ તરફ જેવા લાગ્યા, “આ દાતારે શું સાચેસાચ વણકે હશે ?