________________
પ્રકરણ ૪૦ મું.
વજ દીક્ષા વજકુમારની એ પ્રમાણેની વર્તણુકથી સુનંદા અને એનાં સંબંધી નિરાશ થઈ ગયાં. એ નિરાશ થયેલી સુનંદાને ઘેર પણ ચેન પડ્યું નહી. આખીય રાત્રી એણે વ્યગ્રતામાં પસાર કરી. સંસારનું સ્વરૂપ વિચારતી એને પથારીમાં આમતેમ તરફડતાંય નિદ્રા ક્યાં હતી ! નિદ્રા ન આવે ત્યારે પથારીમાં બેઠી બેઠી વિચાર કરતી હતી. ખભા ઉપર પોતાની ડેક નાખી દેતી તો કોઈ વખતે લમણે હાથ દઈ નિસાસા ઉપર નિસાસા નાખતી હતી. આજના બનાવથી એનું હૈયું ભરાઈ આવ્યું હતું.
“મારે તે સંસારમાં કોઈ નહી, ભાઈએ દીક્ષા લીધી, ૌવનવયમાં ભર્તારે ચારિત્ર ગ્રહણ કર્યું. ભાગ્યગે વિધિએ એક પુત્ર આપે તેય મારે નહિ. એય દીક્ષા લેશે. આટલી નાની ઉમરમાં એને પણ દીક્ષાના કેડ જાગ્યા. એ પણ વૈરાગી થઈને મારી પાસેથી જતો રહ્યો. મારા જેવું નિરાધાર જગતમાં કોણ હશે. મારે હવે આ વિશાળ સંસારમાં કેને આધાર ! કેને શરણે જાઉ! અરે દેવ ! તું કાં મારે દુશ્મન થશે ! અરે દિકરે પણ વૈરાગી થયે, હવે મારે શું કરવું?”