________________
(૩૫૬ ) શબ્દોથી તું તારી માતાને આનંદ પમાડ. મારું સર્વસ્વ તું જ છે. પુત્ર, દેવ, આત્મા કે જીવીત તું જ છે તે શું નથી જાણતો? અરે દિકરા! આ બધા લેક સમક્ષ મને શરમાવ ના ! નહીતર મારું હૈયું ફાટી જશે. નવ નવ માસ મારા ઉદરમાં રહ્યો છતાં એને આટલે અલ્પ બદલો પણ મને નહી મળે, બેટા ! આવ, મારી પાસે આવી મારા ઉત્સંગમાં આળેટ.” માતાએ ખાવાની અનેક ચીજો, રમવાના અનેક રમકડાં, તથા ખુબ મીઠી મીઠી વાણીથી અનેક રીતે વિન.
માતાની વિનવણી એ બુદ્ધિનિધાન સૈનદેય (વજકુમાર) સમજતો હતો, છતાં સુનંદા તરફ એક ડગલું પણ ગયો નહિ. માણસની અલ્પમતિ એના વૈરાગ્યની, એના મહત્વની પરિક્ષા કરવાને અશક્ત હતાં, છતાં પિતાને આ સમયે શું કરવાનું ઉચીત હતું તે સમજતા હતા.” સંઘની ઉપેક્ષા કરી માતાની ઉપર કૃપા કરવી એમાં તો સંઘનું અપમાન કરી બહુલ સંસારી થવાનું હતું માટે માતાની ઉપર કૃપા કરવી એ અત્યારે અસ્થાને હતી. વળી માતા પણ ધન્યવતી છે. તે જરૂરી મારી પછવાડે દિક્ષા અંગીકાર કરશે, તો પરિણામે સુખ કરનારું એવું આ અલ્પમાત્ર માતાનું દુઃખ ઉપેક્ષા કરવા લાયક છે” એમ સમજી મૈન રહ્યા ને માતાની વિનવણ વ્યર્થ ગઈ.
રાજા વગેરે સકળ સયજને આશ્ચર્ય પામ્યા. આટ