________________
( ૩૫૫ )
છું તે લઈને એની સાથે તુ રમી મને આનંદ પમાડે. આ રમકડા લે, અહીં આવ, અહી આવ, શું તારી માતાને પણ તુ નથી જાણતા ! તને રમકડાં ન ગમતાં હોય તેા આ ખાવાની વસ્તુઓ લે. જો આ લાડુ, આ માંડા, આ સાકર, જરા મ્હામાં તા
નાખ, એના સ્વાદ તા લે અથવા તેા ખીજું તને જે જોઇએ તે માગી લે બાપુ ! આવ ! આવ ! જરા મારી પાસે તે આવ!”
એ ત્રણ વર્ષના બાળક વજ્રકુમાર જ્ઞાને કરીને તે વૃદ્ધના પણુ વૃદ્ધ હતા. સંસારના સ્વરૂપને જાણનાર એ મહા તપસ્વી તા બાળપણથીજ સાધુ થવાને જન્મ્યા હતા. જૈન ધર્મ ના દિવિજય કરવાને એમનાં જીવન નિર્માણુ હતાં. વિધિએ નિર્માણ કરેલાં એમનાં જીવનને અનેક માણસાની શક્તિ પણ પલટાવવાને શું સમર્થ છે ? ભલે માનવના મહાસાગર એ શક્તિને અટકાવી બીજી તરફ આકર્ષવાને પ્રયત્ન કરે પણ વિધિનિર્માણ કદાપિ અન્યથા થઈ શકે કે ? જે વસ્તુ જેવા સ્વરૂપમાં દેખાય તે તેવા જ સ્વરૂપે રહે પણ ગમે તેવા વિકટ પ્રસંગે!માં પણ તે રૂપાંતર ન જ થાય, એ તીર્થ સ્વરૂપ માતાના અનેક ઉપકારા જાણવા છતાં વજ્ર કુમાર તા જાણે સાંભળતાજ ન હાય તેમ માન ધારી ઉભા રહ્યા.
“ અરે દિકરા ! શું તું મને ભૂલી ગયા, અરે સાધુએ એ શુ તારા ઉપર ભૂરકી તે નાખી નથીને ! તેથી મારી સામે પણ જોતા નથી, જરી મારી પાસે તે આવ, કાલાકાલા