________________
(૩૫૩) વાદી પ્રતિવાદી માતાપિતા હોવાથી જ કેસ ગુંચવાડાભર્યો થઈ ગયો છે. સામે એના પિતા ન હોત તો અમે
ક્યારેય આ બાળકને માતપિતાને સેંપવાને તમને હુકમ કર્યો હોત. પણ અહીંયાં આ પ્રકારની સ્થિતિ હોવાથી જરા વિચાર કરવો પડે છે.”
આવી ગુંચવાડાભરી સ્થિતિને તોડ કાઢવાને મંત્રીએ એક વિચાર રાજાને જણાવ્યું, “નામદાર! આ કેસ જરા ગુંચવણ જેવો છે. આ કેસનો ચુકાદો આપણે આ બાળક ઉપર જ નાખીએ, એ બાળકના હાથેજ કેસને ચુકાદો થાય તો ઠીક.”
કેવી રીતે બાળક ચુકાદો આપે!” રાજાએ આશ્ચર્ય દર્શાવતાં પૂછ્યું.
પ્રભે ! વાદી અને પ્રતિવાદીને સામસામે રાખી આ બાળકને મધ્યમાં રાખીએ. પછી બનને આ બાળકને બેલાવે તેમાં આ બાળક પોતાની મરજીથી જેની પાસે જાય એને હવાલે બાળકને કરે. અનાદિકાળથી બાળકને માતાને સહવાસ વિશેષ હોવાથી તે જરૂર માતાની પાસે જશે. બાળકનું મન માતા તરફ વળેલું હશે તે પછી પિતાને હક્ક પણ રહેશે નહિ. માટે બાળકની મરજી ઉપર જ આ બધું છડી ધો. 7 ૨૩