________________
(૩૫ર ) ત્યારે આપ ભલે અમારા ઉપર એ આક્ષેપ મુકી શકે છે. અત્યારે અમે આ બાલકને દીક્ષા આપવા માગતા નથી. અત્યારે ફર્યાદ એટલીજ છે કે છોકરો અમારી પાસે રહે કે બાઈની પાસે રહે. એટલે જ ન્યાય આપે કરવાને છે.”
તે એ છોકરે એની માતાની પાસે જ રહે, તમારે એની માતાને હવાલે કરવો જોઈએ. એને દીક્ષા લેવી હશે તે ભવિષ્યમાં માતાની રજા મેળવીને લઈ શકશે. એના વૈરાગ્યની પણ તે સમયે ખાતરી થશે.”
“એક બાજુએ જેમ એની માતા છે તેમ બીજી આજુએ એના પિતા અને મામા છે એમને હક્ક આપ સ્વીકારે છે કે નહિ? તેમજ પીતાને હક્ક આપસ્વીકારે છે કે નહિ એ પ્રથમ સ્પષ્ટ કરે?” શ્રીસિંહગિરિસૂરિએ પૂછયું.
જરૂર માતાના જેટલો જ પિતાને હકક છે તે હું કબુલ કરૂં છું.
ત્યારે આપે માતાના હક્ક ઉપર જેવું ધ્યાન આપ્યું છે તેટલું જ પિતાના હક્ક ઉપર ધ્યાન આપી ન્યાય તોળવે. જોઈએ. જે પિતાના હકકમાં નુકશાન કરી માતાના જ હક્કમાં ન્યાય આપશે તો વળી ભવિષ્યમાં એવા કેસો આપની પાસે આવશે ત્યારે ગંભિર પરિસ્થિતિ ઉભી થશે, માટે આપ એવો ન્યાય કરશે કે જેથી માતા અને પિતા ઉભયનાં મન સંતુષ્ટ થાય.”