________________
પ્રકરણ ૩૯ મું.
વજકુમાર, બીજે દિવસે મુકરર (નિયત) કરેલા સમયે દરબાર ભરાયે હતો. આ કેસમાં લોકોને રસ પડતો હોવાથી તેમજ આજે કેસને ચુકાદો હોવાથી લેકવર્ગ પણ પુષ્કળ હાજર હતું. સુનંદા પણ પોતાના સંબંધીઓની સાથે આવી પહોંચી હતી. બીજી તરફ સિંહગિરિ પણ વજી સાથે સંઘ સહિત પધાર્યા હતા. સમય થતાં રાજા અને મંત્રી પણ આવી પહોંચ્યા.
બાળકને આજે ન્યાય હેવાથી કઈ બાજુએ ન્યાયનું ત્રાજવું નમે છે એ જાણવાને બધા આતુર હતાં. લેક લાગણ સુનંદા તરફ હોવાથી રાજ કદાચ સુનંદાને હવાલે સેંપવાને હુકમ કરે તો સાધુઓ તે સમયે સેપે કે નહિ. પિતાની હઠને તે સમયે કેવી રીતે વળગી રહે છે વારું.
રાજાના આવી ગયા પછી વાદી પ્રતિવાદી બને હાજર હોવાથી રાજાએ એ કેસ તરતજ હાથમાં લીધો, એટલે મંત્રીએ કહ્યું, “મહારાજ ! છોકરાની ઉમર ત્રણ વર્ષની હોવાથી એટલી બાલ્યાવસ્થામાં છોકરાને વૈરાગ્યનું ભાન હતું નથી અને એ અવસ્થામાં તે બાલક માતપિતાની છાયા