________________
(૩૪૯ ) “પ્રથમ વાત થઈને, એની માતાએ રાજીખુશીથી. અર્પણ કરેલો આ બાળક, વળી એક તરફ આ ધનગિરિ આ બાળકના પિતા છે. એ પિતાને અળખામણે ન હોય, તેમજ એની મરજી વિરૂદ્ધ એને સાધુ બનાવવાની અમારી ઈચ્છા પણ નથી.”
આ બાલક વૈરાગી છે એ દીક્ષા લેવાનો છે એમ આપ જાણો છો?”
હું જાણું કે ન જાણું એ વાત પછી આપને પણ એ બાળક કે છે એની થોડી થોડી ખબર વખત જતાં પડશે. એ બાળકની મરજી વિરૂદ્ધ કાંઈ કરવામાં નહી આવે.”
સમય થઈ ગયો હોવાથી રાજાએ આવતી કાલે ન્યાય કરવાનું જણાવ્યું કે બન્ને પક્ષકારોને તે સમયે વખતસર હાજર રહેવાને ફરમાવ્યું. સભા વિસર્જન થઈ. સૌ પોતપિતાને ઠેકાણે ગયા. રાજાને પણ મંત્રીની વાતચિતમાં રસ પડ્યો હતો. આવતી કાલે કેવી રીતે ન્યાય ચુકવવે તે માટે રાજા અને મંત્રી ઉભય વિચારવમળમાં પડ્યા હતા.