________________
(૩૪૭) પતિની રજા સિવાય દીક્ષા લીધી તેમાં તે રામ જેવા પુરૂષને પણ તીવ્ર કષાય થયે હતો.”
સાડી ભગાડી કે બલાત્કારે દીક્ષા અપાય ખરી કે?” “એવી રીતિ મર્યાદા નથી, એમ વર્તવાથી શાસનની પ્રણાલિકાને ભંગ થાય છે, ખુદ ભગવાન પણ એવી દીક્ષા કેઈને આપતા નથી. માતા પિતા કે વડીલની આજ્ઞા લઈ દીક્ષા લેવી એવીજ પ્રભુની તેમજ શાસ્ત્રકારેની મર્યાદા છે. અતિમુકતકુમારને માતા પિતાની રજાથીજ દીક્ષા અપાઈ હતી. શ્રેણિક મહારાજના કુમાર તેમજ શ્રેણિકની સ્ત્રીઓ પણ વડીલ–શ્રેણિકમહારાજની રજાથીજ દીક્ષા ગ્રહણ કરે છે. શાલીભદ્ર, અવંતિસુકુમાર જેવા ભેગી પણ માતાની રજા મેળવીનેજ દીક્ષાગ્રહણ કરે છે. દીક્ષા લેનારમાં વૈરાગ્ય છે કે કેમ એની માતાપિતા કે વડીલેની રજા મેળવવામાં કસોટી થાય છે. નસાડી, ભગાડી કે દીક્ષિતની મરજી વિના બળાત્કારે દીક્ષા હજી સુધી તો અપાઈ નથી. એવી મર્યાદા પણ નથી ને અપાય પણ નહી.”
માતાપિતા રજા ન આપે તો સાધુ દીક્ષા આપે કે નહિ?”
“માતાપિતા રજા આપે ત્યાં સુધી સાધુ ધિરજ ધારણું કરે, પણ ઉતાવળ કરી શાસનને વગેરે નહિ ને દીક્ષા લેના