________________
( ૩૫ ) પણાના પુત્ર મનકને આઠ વર્ષની ઉમરે દીક્ષા આપી છે. શાસ્ત્રકારોએ આઠ વર્ષની ઓછામાં ઓછી વયની મર્યાદા બાંધી છે.”
એવા બાલકોને દીક્ષા આપવાને ઉદ્દેશ શું હોય છે.” 1. “એના આત્મકલ્યાણને, જનકલ્યાણને.”
એ નાનું બાળક પોતાનું આત્મકલ્યાણ શી રીતે સમજી શકે.”
પૂર્વના જણાનુબંધ કરીને બાળક પણ સમજી શકે.”
“ત્યારે તો તમે સાધુઓ એજ ધંધો કરવાના, બાળક આઠ વર્ષને થાય એટલે દીક્ષાઓજ આપ્યા કરવાના, મુંડી નાંખવાના ખરું ને?”
મંત્રીજી! એ પ્રશ્ન આપનો અસ્થાને છે. બધાં બાળકના કાંઈ દીક્ષા લેવાના પરિણામ થતા નથી તેમ અમારે જેને તેને એવી રીતે દીક્ષા આપવાને ધંધાય નથી. મોટા ભાગ્ય યોગેજ હજારે અથવા તે લાખે એકજ મનુષ્ય એ વૈરાગી નિકળી શકે.”
ને એના વૈરાગ્યની તમને ખબર પડી જાય એટલે દીક્ષા પણ તરત આપી દ્યો.”
“દીક્ષા કાંઈ એવી વસ્તુ નથી કે અયોગ્યને આપી દેવાય, લાયકાત તે પહેલી જોવાય.”