________________
(૩૪૩ ) બેલાવી લાવી એની સાક્ષીએ ફરી ન માગવાની શરતે બાલક મેં વહોરી લીધું.”
અમારો સાધુઓને એવો આચાર છે કે ગૃહસ્થ કેઈપણ ચીજ વહેરાવી તે ચીજ ધર્મલાભ દીધા પછી પાછી અપાયજ નહિ. આજ ત્રણ વર્ષથી અમે એને ઉછેરી મેટ કરાવીએ છીએ. હવે બીજાઓની સમજાવટથી મુગ્ધા બાળકને પાછો માગે છે તે અમારાથી અપાયજ નહિ. બાલકની જેવી તે માતા છે તેજ હું પણ બાળકને પિતા છું.”
ધનગિરિએ પોતાના તરફથી અગત્યની હકીકત જાહેર કરી. સાક્ષી સંબંધી સુનંદાને પૂછી એના કહેવા પ્રમાણે સાક્ષીઓને તરતજ ત્યાં લાવવામાં આવ્યા. તેમણે પણ જે સત્ય હકીકત હતી તે કહી સંભળાવી દીધી.
રાજા પણ વિચારમાં પડ્યો. આ ફર્યાદને ન્યાય કેવીરીતે ચૂકવે, પણ મંત્રીએ વચમાં સવાલ પૂછ્યું, “તમારા શાસ્ત્રમાં આવા બાળકોને દીક્ષા આપવાની આજ્ઞા છે કે?” " તરતજ સિંહગિરિસૂરિ આગળ આવ્યા અને બોલ્યા, “આવા ત્રણ વર્ષના બાળકને સાધુ બનાવવાની અમારામાં આજ્ઞા નથી.”
ત્યારે આ બાળકને રાખી તમે શું કરશે?એની માતાને સેંપી દ્યો.”