________________
(૩૪૬) - “જેવીરીતે આઠ વર્ષની ઉમરે દીક્ષા આપવાની શાસ્ત્રકારે આજ્ઞા કરી છે તેવીજ રીતે એ છોકરાને દીક્ષા આપવામાં વડીલેની રજા લેવાની આજ્ઞા ખરી કે નહિ.” - “હા! આજ્ઞા ખરીજ. છોકરાને દીક્ષા આપતા પહેલાં એના માતાપિતાની રજા લેવી જ પડે. એની રજાથીજ દીક્ષા આપી શકાય.”
રજા ન આપે તો નસાડી ભગાડીને દીક્ષા આપો તે કે શું?”
મંત્રીશ્વર! એવા આક્ષેપ મુકવાની આપને જરૂર નથી, આપને એવું કહેવાને કાંઈ કારણ છે? હજી સુધી તે નસાડી ભગાડી દીક્ષા આપવાને દાખલે બન્યું નથી.”
“ ના તે સહેજ પૂછું છું કે એવી રીતે આપવાની તમારા શાસ્ત્રમાં આજ્ઞા છે ?”
“ના ! બાળકને એના માતપિતા કે વડીલેની રજા હેય તેજ દીક્ષા અપાય એવીજ મર્યાદા છે.”
કેટલા વર્ષની મર્યાદા સુધી રજા લેવી પડે ? ”
સામાન્ય રીતે તે કાયદો છોકરાને ઉમરલાયક ગણે ત્યાં સુધી રજા લેવાની અગત્યતા તે ખરીજ. તેમાંય સ્ત્રીને તે ગમે તે અવસ્થામાં હોય તેય રજા લેવાની આવશ્યક્તા રહેલી છે. નહીતર ઉત્પાત થવાનો સંભવ રહે છે. સીતાજીએ