________________
(૩૪૧) જાતિસ્મરણજ્ઞાન પામેલો વજકુમાર આ બધુંય સંસારનું નાટક નીરખી રહ્યો હતો. તે બધું સમજતો હતો કે માતા મને મેળવવા માટે કેટલો બધો પ્રયત્ન કરી રહી છે. છતાં જાણે કંઈ સમજતો ન હોય તેમ સાધુઓની સાથે તે પણ રાજસભામાં આવ્યું.
રાજા અને એના મંત્રીઓ પિતાપિતાને ગ્ય આસને રાજ સભામાં બેઠેલા હતા. ડાબી બાજુએ સુનંદા અને એના પક્ષવાળા બેઠા હતા. વજકુમારને લઈને આવેલા સાધુઓ સંઘ સાથે જમણી બાજુએ રહ્યા. કૌતુકને જોનારા લોકો પોતાને જેમ ઠીક પડ્યું તેમ ઉભા રહ્યા.
રાજાએ સુનંદાની બધી હકીકત સાંભળી હતી ને ત્રણ વર્ષની વયવાળા વાકુમારને પણ જોયો, “ આવા સુંદર છોકરા તરફ એની માતાને મમતા થાય તે એગ્ય છે', રાજાએ અભિપ્રાય આપે.
આ છોકરે તમારે એની માતાને સંપ પડશે, આવા નાના દૂધપીતાને તમારાથી સાધુ બનાવી શકાશે નહિ. કહો તમારે બચાવમાં કાંઈ કહેવું છે.”
રાજાની વાણું સાંભળી ધનગિરિ આગળ આવ્યા. એમણે બોલવું શરૂ કર્યું, “ રાજન્ ! આપ હુકમ કરતાં પહેલાં અમારું પણ સાંભળે. ”
કહો તમારે શું કહેવું છે,” રાજાએ કહ્યું.