________________
( ૩૪૨ ) આ બાલકની આ બાઈ જેમ માતા થાય છે તેમ હું સંસારીપણાને આ બાળકને પિતા થાઉ છું. આ આર્યસમિત આચાર્ય આ બાળકના મામા થાય છે. ”
• એ.....મ” રાજાએ આશ્ચર્ય બતાવ્યું.
આ બાળકને જન્મ થતાંજ એણે રૂદન શરૂ કર્યું. ગમે તેવી શીખામણ કે સમજાવટ છતાં બાલક રડતો ન રહે, છ માસ એવી સ્થિતિમાં પસાર થયા, આખરે એની માતા બાળકથી કંટાળી અમને–એના પિતાને આપી દેવાનો ઠરાવ કર્યો.
એક દિવસ ફરતા અમે એના મને ગયા, ત્યાં આ કલ્યાણીએ આ બાળક મને આગ્રહ સાથે આપવા માંડ્યો. મેં એને સમજાવી કે આમ કરવું રહેવા દે, છતાં હઠે ચઢેલી એ મુગ્ધાએ મારી વાત ન સાંભળતાં એ બાલકને લઈ મારી પાસે આવી, તમે એના પિતા છે, આ બાળકથી હું કંટાળી ગઈ છું મારે એની જરૂર નથી માટે હું આપને અર્પણ કરું છું. હું તે હવે એને ત્યાગ કરું પણ એનાં પિતા થઈ આપ એ બાલકને તજશે નહિ.”
છતાંય મેં એને સમજાવી. આખરે જ્યારે એણે મને આપી દેવાનો નિશ્ચય કર્યો, ત્યારે મેં કહ્યું, કદાચ પાછળથી તું કેઈની સમજાવટથી ફરી જઈ બાલકની માગણી કરે માટે ચાર સાક્ષીએ બોલાવી મને અર્પણ કર. એ મુગ્ધા ચાર સાક્ષીઓ