________________
(૩૧૯ ) “એનું નામ વજી પાડયું છે. વજી શય્યાતરી સ્ત્રીઓ ને ત્યાં માટે થાય છે. હું એને લેવા ગઈ હતી પણ મને એમણે આપે નહિ.”
એ બધાય સગાંસનેહિઓ ગુસ્સે થયા, “શા માટે ના આપે, એ છોકરે આપણે છે, આપણે કોઈ પણ રીતે એને લાવજ.”
પણ શી રીતે લાવશું, એ આપવાની જના પાડે ત્યાં. ”
ના શું પાડે. મારા મારી કરી ઉપાડી લાવશું, એ છોકરાને કાંઈ આપણે સાધુ બનાવવા આપ્યો નથી સમજ્યા, ચાલ ક્યાં છે અમને બતાવ. ”
“તમને બતાવું પણ અત્યારે મારામારી કરવી ઠીક નહિ. એના પિતા આવે ત્યાં લગી સબુરી ધરે. એના પિતા પાસેથી હું માગી લઈશ, તે જે ના પાડશે તે પછી કઈ રીતે મેળવે તે પડશે, ચાહે તે મારા મારી કરીને, અથવા તો રાજા આગળ ફર્યાદ કરીને.”
અરે ત્યાં સુધી ધિરજ શું કરવા ધરે છે. વળી એ છોકરાને ક્યાંય છુપાવી દેશે તે પત્તોય નહિ લાગે,” એક જણ બોલ્યા.
“ખરી વાત છે, આજનું કામ કાલ ઉપર મુલતવી