________________
( ૩ર૪ )
અચળપુરમાં આ તાપસગુરૂએ લેકેને ભેળવીને પિતાની મહત્તા જમાવી હતી. લોકોને ઠગવામાં કુશળ આ. તાપસ ગુરૂ પગમાં અમુક ઔષધીઓને લેપ કરી પાદુકા, પહેરી તે નદીને માગે નગરમાં આવતો હતો ને પાણીથી ભરપુર એ નદીમાં ઔષધિના પ્રભાવે સ્થળની જેમ ચાલી શકતો હતો. એની એ શક્તિથી લોકો અંજાઈ એની ભક્તિ કયે જતા હતા. પિતાની આવી શક્તિથી તાપસગુરૂને જનતાને ઠગવાની મજા પડતી હતી. એ દ્વારાએ એને રોજ મિષ્ટ ભજન મળતાં હતાં ને ઉપરથી દક્ષિણા મળે એ તો જુદી. તાપસની આવી શક્તિથી દરરોજ લેકે એની પિતાને ઘેર પધરામણું કરાવતા હતા ને પોતાની શક્તિથી ગર્વિત થયેલો તે અહર્નિશ જૈન શાસનની નિંદા કરતો હતો, શ્રાવકે મનમાં મુંઝાઈને સાંભળી રહેતા હતા. કોઈ મહાગુરૂ પધારે અને આ તાપસને ગર્વ ઉતારે એવા અનુકૂળ સમયની રાહ જોતા હતા.
એકદા આર્યસમિતાચાર્ય ધનગિરિ આદિ મુનિઓ સાથે વિહાર કરતા કરતા અચળપુરમાં પધાર્યા, ત્યારે. અચળપુરના શ્રાવકોએ એ તાપસ સંબંધી સવે હકીકત ગુરૂમહારાજને નિવેદન કરી. સર્વ હકીકત જણને ગુરૂમહારાજે શ્રાવકોની આગળ કહ્યું, “અરે ભોળા ! એમાં ચમત્કાર જેવું કાંઈ નથી. આવતી કાલે જ તમે એ તાપસને લેજનનું નિમંત્રણ કરો. જ્યારે એ તાપસ તમારે