________________
(૩૩૧) લેક પણ સમજી ગયા કે આ તાપસે આપણને ખુબ ઠગ્યા છે. લોકેનાં મન પણ તાપસ ઉપર મલિન થઈ ગયાં. લેકે તાલીઓ પાડી તાપસની મશ્કરી કરવા લાગ્યા.
તે દરમીયાન જૈન ધર્મની પ્રભાવના કરવાને ઇચ્છતા આર્યસમિતાચાર્ય ત્યાં આવ્યા તેમણે એક ચપટી ભરીને વાસક્ષેપ નદીમાં નાખે ને બેલ્યા કે, “હે વત્સ ! અમારે સામે કિનારે જવું છે માટે માર્ગ આપ.”
ગુરૂની વાણું સાંભળી નદીના બન્ને કાંઠા મળી ગયા. તેથી આચાર્ય પરિવાર સહિત તે દ્વિપમાં ગયા. તેમની અદ્દભૂત શક્તિ જેઈને તાપસ અને લેકે આશ્ચર્ય પામ્યા, મિથ્યાત્વને દૂર કરી એક મનવાળા થઈને તાપસીએ તેમની પાસે દીક્ષા અંગીકાર કરી અને આચાર્યના જવા પછી નદી પાછી મૂળ સ્વરૂપે પ્રગટ થઈ. એ તાપસે બ્રહ્મદ્વિીપના રહેવાશી હોવાથી તેમના ગચ્છમાં થયેલા સાધુઓ બ્રહ્મદ્વિપિક નામથી પ્રસિદ્ધ થયા. જેન ધર્મને ઉદ્યોત કરી આચાર્ય ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા.