________________
(૩૩૫ ) ડાહપણ તમારા ઘેર જઈને કરે. હમણું અહીયાં તે જોયા જેવી થવાની છે શેઠ ! પારકાં છોકરાને જતિ કરાવતાં ઠીક આવડે છે તમને ! ” એક ઉતાવળીયે બે.
“અમારે કરે નહી આપો તો અમે તોફાન મચાવશું, તમને ઝંપવા દેશું નહિ, ” બીજે છે.
“તમે સાધુ, મેહ માયાના ત્યાગીને તમારે આવી રીતે છોકરા સંતાડવાં એ શું તમારે આચાર છે. મહારાજ ! મારે છોકરે આપે નહીતર મારૂ લેહી છાંટીશ, અપાસરે લાંઘણું કરીશ, ” સુનંદાએ પોતાની જીદ ચાલુ રાખી.
આખા શહેરમાં હાહા થઈ ગઈ. બન્ને પક્ષો વચ્ચે ગંભિર પરિસ્થિતિ ઉભી થઈ. તમાસાને કાંઈ તે હેતું નથી. ઘણું લેકે ભેગા થઈ ગયા. સભ્યતાથી વાત કરતાં હુંશા તુંશી ઉપર આવી ગયા, કોલની માત્રા ધીમે ધીમે વધવા લાગી. પણ સાધુઓએ છેકરે આપવાની ચોખી ના સંભળાવી દીધી. સામા પક્ષવાળા છોકરાને લેવાના જ ઠરાવ ઉપર હતા. વાત વધી પડી.
કેટલાક ઉતાવળીઆ જુવાને તેફાન કરી બેસે એવી ધાસ્તી જણાવા લાગી, એમને ગુસ્સો કાબુમાં રહી શકે તેમ નહોતું, તેઓ તડ ને ફડ કરી નાંખવાની તૈયારીમાં હતા. સાધુઓ પણ પરિસહ સહન કરવાને તૈયાર થયેલા હતા. સંઘના.