________________
(૩૩૮) તરફ ઢળેલી હતી. આવા સારા સમયમાં પણ દીક્ષા માટે લોક તરફથી આવી મુશીબત આવી પડે છે. બાઈએ સાધુઓને અર્પણ કરેલો છતાં બાઈ અત્યારે ફરી જઈ પુત્ર મેળવવાની હઠ લઈને બેઠી છે શું કરીયે. જે પુત્ર મહાન ધુરંધર થવાનું છે એવા શિષ્યને મેળવવાને મુશ્કેલી પણ કાંઈ ઓછી છે, માતાનું મન તો મનાવવું જ જોઈએ, ગમે તેમ છતાં બાઈ બાલકની માતા છે. એ માતાની રજાથી દીક્ષા અપાય તો સારૂ. એક તરફ માતા છે અને બીજી તરફ પિતા છે.” શું રસ્તો લે; એ માટે સંઘના નેતાઓ પણ વિચારમાં પડ્યા.
બબે દિવસ જવા છતાં આ કજીયાનું કાંઈ પણ છેવટે ન આવે, એ તો ઠીક ન કહેવાય, આજે તો કાંઈક નવાજુનું કરી નાખવાનો વિચાર થયે. એ રાગદ્વેષને જીતવાનો પ્રયત્ન કરનારા, એ માટે સંસારની મેહમાયાનો ત્યાગ કરનારા, પંચ મહાવ્રત પાલનારાઓને પણ શિષ્ય માટે આજે રાગષનો પ્રસંગ ઉભો થયો.
કેટલાક જુવાનીયાઓ સાધુઓ માટે જેમ તેમ બોલતા એમની ઉપર ધસી ગયા, પણ બધા સાધુઓની આડે ધનગિરિ ફરી વળ્યા. “એ છોકરાને હું લાવ્યો છું એની મા પાસેથી, શું મારે હક્ક એ છેકરા ઉપર નથી. તમે બીજા સાધુઓને હેરાન ના કરે. હું આ ઉમે તમારી શું ઈચ્છા છે. અમે તે પરિસહ સહન કરવાને તૈયાર છીએ.”