________________
(૩૩૭). સિંહગિરિ, અને ધનગિરિએ વસ્તુસ્થિતિ લોકોને બરાબર સમજાવી, પોતે એ બાલકને પિતા છે, એની માએ સાક્ષીઓ રાખીને ફરી ન લેવાની શરતે અમને (સાધુઓને) અર્પણ કરેલો છે. સાધુઓને અર્પણ કરેલી વસ્તુ આપ્યા પછી પાછી લઈ શકાતી નથી. આ બધી હકીક્ત એ સમજે છે છતાં અત્યારે નાહક તોફાન કરે છે. ”
“છતાંય તમે આ બાળકને પાછો આપો તે વાંધો શું? ” લેકમાંથી ડાહ્યા પુરૂષાએ પૂછ્યું.
કઈ પણ રીતે આ બાળક હવે અપાયજ નહી. ગમે તેમ થાય છતાં બાળક તે હવે એમને મળવાનો નથી, ” સાધુઓએ મક્કમતાથી સંભળાવી દીધું.
સાધુઓની આવી હઠવૃત્તિથી લેકે પણ સુનંદા તરફ થઈ ગયા. સુનંદા અને એનાં સગાં તે અડીંગો જમાવીને બેઠાં, બધાંએ લાંઘણે કરવી શરૂ કરી ને એક બે દિવસ પસાર થઈ ગયા.
સાધુઓ આહાર વગરના ઉપવાસી રહ્યા. સુનંદા તથા એનાં સગાં પણ ત્યાં લાંઘવા બેઠા, સંઘના અગ્રેસરેનાં મન પણ ઉંચા હતા. બન્ને પક્ષ મક્કમ હતા, શું રસ્તે લે તે માટે આગેવાને પણ મુંઝાયા. લેકલાગણું પણ બાઈ ૨૨