________________
(૩૩૬ ) લોકેએ પણ જે તેફાન થાય ને સાધુઓ પર એ લોકે હાથ ઉગામે તો બચાવ પક્ષમાં ઉભા રહેવું, પળમાં શું બનશે એની કેને ખબર હતી.
સુનંદાએ પણ છોકરી મેળવવાને કૌભાંડ બરાબર શરૂ કર્યું. જેમ ફાવે તેમ બોલવામાં શબ્દોને કાંઈ વિવેક નહોતે, તેણે બેફાટ રૂદન અપાસરામાં શરૂ કર્યું, છાતી કુટવા લાગી ને માથા પછાડવા લાગી. આર્તસ્વરે વિલાપ કરવા લાગી. ધર્મ કરવાને માટે ઉપાશ્રય અત્યારે તો નાટકગૃહ જે થઈ પડ્યો, સુનંદાના પક્ષકારે પણ યદ્રા તદ્રા બેલતા અનેક પ્રકારે કોલાહલ કરવા લાગ્યા. લેકોની લાગણી પણ સુનંદા તરફ આકર્ષાશું હતી.
લેક પણ અભિપ્રાય તો આપેજ ને, “ બિચારી ગરીબ સ્ત્રીને પુત્ર સાધુઓ ઉઠાવી ગયા, ત્રણ વર્ષ ના પુત્ર હજી તો ધાવણ પણ છુટું નથી એવાને સાધુ બનાવવા માગે છે, એવા બાલકને સાધુપણાનું જ્ઞાન જ કયાંથી હોય. ”
લેકેએ સાધુઓને અને એમના પક્ષના શ્રાવકેને સમજાવવા માંડ્યા, “ આ અબળાને સતાવાના, એના કુમળા બાળકને મુંડેના, એનું બાળક એને હવાલે કરે ? તમે તે જીવદયાના પાલક થઈને આવી રીતે ધર્મને નામે બીજાની આંતરડી કકળાવ છો એતે કયાંને ન્યાય? ”