________________
(૩૩૪) ધનગિરિની વાણી સાંભળી સુનંદાનાં સગાં અત્યાર સુધી શાંત હતાં તે હવે ખળભળ્યાં.
અલ્યા ધનગિરિ ! તે શું ધાર્યું છે. બિચારી બાઈડીને રખડાવી તું સાધુ થઈ ગયો ને હવે આ છેકરાને પણ તફડાવા માગે છે એ નહિ બને. છોકરે તે તારે આપજ પડશે, અને લીધા વગર અમે જનાર નથી સમજ્યો?
સાધુઓને અર્પણ કરેલી વસ્તુ પાછી માગી શકાય નહી એ શું તમે નથી સમજતા.” ધનગિરિ અને આર્યસમિત્ તથા સિંહગિરિ આચાયે સુનંદાના સગાંઓને સમજાવવા માંડ્યા. સંઘના આગેવાન ગૃહસ્થાએ પણ આ લકોને સમજાવવા પ્રયાસ કર્યો.
છોકરો ઝટ સેંપી દ્યો નહીતર જોયા જેવી થશે ને અહિંયા લોહી રેડાશે, કંઈકનાં માથાં કુટશે. સમજ્યા તમે સાધુ થઈને આ શું કરવા બેઠા છે, આવા ત્રણ વર્ષના છોકરાને શું તમારે સાધુ બનાવી દે છે કે?”
અત્યારે કેણ એને સાધુ બનાવે છે, એ અમન ચમન કરે છે. જુએ ભાઈ કજીઓ કરવામાં સાર નથી. તમે તૈયાર થઈ આ વેલા હશે, પણ સાધુઓને તમારાથી કાંઈ થઈ શકશે નહિ. સમજ્યા!” મહાજનના શેઠે આવીને સુનંદા વગેરેને સમજાવવા માંડ્યા.