________________
(૩૩ર ) પ્રકરણ ૩૭ મું.
ધમાધમ,
આર્યસમિતાચાર્ય અચલપુરમાં જૈન ધર્મની શોભા વધારીને ત્યાંથી વિહાર કરતા પોતાના ગુરૂને વાંદવાને માટે ધનગિરિ આદિ મુનિએની સાથે તુંબવન પધાર્યા. ખેડુત જેમ વરસાદની રાહ જુએ તેમ સુનંદા ધનગિરિના આગમનની રાહ જોતી હતી. જ્યારે ધનગિરિ આવે ને એની પાસેથી પુત્રની માગણી કરું. દરેક જમાનામાં સ્ત્રી જાતિ અબળા કહેવાય છે, એ અબળાપણાને લીધે તેમજ નિરાધાર હોવાથી લેક લાગણું તેના તરફ આકર્ષાઈ હતી. લોકોના મનમાં હતું કે “બાઈ નિરાધાર છે એને એને છોકરો પાછો મળે તો ઠીક, એવી નિરાધારને કલ્પાંત કરાવવું એ મહાન દેષ છે, એવી કુમળકાચી વયવાળા બાળકને સાધુ બનાવો એ ક્યાંનું શાસ્ત્ર છે. સાધુઓએ પણ આ શું ઉત્પાત માંડ્યો છે.” વગેરે લોક પિતપોતાની મરજી મુજબ બેલે જતું હતું. કેમકે ગામને મ્હોંએ કાંઈ તાળાં દેવાતાં નથી.
ધનગિરિની પધરામણીની સુનંદાને ખબર પડી એટલે તરતજ પિતાનાં સગાં વહાલાને લેઈ સાધુને ઉપાશ્રયે દેડી સગાં વહાલાં સહિત સુનંદા ઉપાશ્રયે આવી, ધનગિરિને