________________
(૩૩૦) શ્રાવકે એ માટી ભક્તિપૂર્વક ભાતભાતની વાનીઓ પીરસી તાપસગુરૂજીને ભજન કરાવ્યું. અનેક પ્રકરાના સ્વાદવાળી રસવતી હોવા છતાં ચિંતાથી વ્યગ્ર તાપસને ભેજનના સ્વાદની પણ ખબર પડી નહીં. આજ સુધી જેનધર્મની લેક, આગળ નિંદા કરી હતી, શ્રાવકેને અપમાન આપ્યાં હતાં પણ હવે પોતાની શી દશા થશે તેને વિચાર ઉત્પન્ન થયે, છતાં મનમાં કંઈક આશા રાખીને તે ત્યાંથી ઉઠ્યો, શ્રાવકે પણ અનેક પ્રકારે એની સ્તુતિ કરતા એની સાથે ચાલ્યા ને કૌતુક જેવાના લાલચુ તે પણ નદી સુધી આવ્યા.
બીજા પણ અનેક લોકો તાપસની સાથે હતા, એ બધા પરિવારથી પરવરેલો તાપસ નદીકાંઠે આવ્યો. એને મનમાં આશા હતી કે “હજી કંઈક પણ લેપ ચેટી રહેલ હશે.” એમ ધારી નિશંકપણે તેણે નદીમાં પ્રવેશ કર્યો. નદીનાં પાણી ઉંડાં હતાં, તે ઉંડા પાણીમાં જવા લાગ્યો ને આગળ જતાં કમંડલુની જેમ બુડ બુડ શબ્દો કરતો તે બુડવા લાગે. લેકે તેની આવી સ્થિતિ જોઈ આશ્ચર્ય પામ્યા.
અરે ગુરૂજી! તમારે પ્રભાવ ક્યાં ગયે, આજ સુધી નદી ઉપર ચાલનારા આજે કેમ કાંઠા ઉપરજ બુડે છે. આજ સુધી તમે પગે લેપ ચેપડી નદી ઉપર ચાલી લેકને ખુબ ઠગ્યા છે.” એવી બૂમે પડવા લાગી પણ તાપસજીએ તે નદીમાં સમાધી જ લીધી.