________________
(૩૨૯) ઘસીને ચરણો ધોઈ સાફ કરી નાખ્યા. ઔષધિને લેપ જરા પણ રહેવા ન પામે એવી રીતે લેપને અંશ પણ ન રહ્યો ત્યાં સુધી ચરણ ધાયા.
એક શ્રાવકે તો એમની પાદુકા ઉપાડી લીધી, રખેને એમાં અંશ માત્ર પણ રહી જાય તો મહેનત બધી ધુળધાણી થાય. એવું જાણું પાદુકા છેવા માંડી, મહોએ ગુરૂદેવના ગુણ ગાતો જાય, લોકોને એમની ઉપર ઘણું શ્રદ્ધા છે એમ જણાવતા જાય. “વાહ ગુરૂજી ! મારૂં પણ આજ અહોભાગ્ય ! મારી બૈરી ઘણા દિવસથી બિમાર રહે છે. આપની પાદુકાનું ચરણામૃત હું એને પાઈશ જેથી એને રોગ નાશ પામી જશે ને અમારે સંસાર પાછે નંદનવન જેવો થશે.” એમ બોલતાં શ્રાવકજીએ પાદુકા પણ જોઈને સાફ કરી નાખી. ચરણપ્રક્ષાલનની વિધિ એ પ્રમાણે સમાપ્ત થઈ.
તાપસના પેટમાં મટી ફાળ પડી. નક્કી આજ મૃત્યુનો ઘંટ વાગી ચુક. ઘણા દિવસ ચલાવેલી પોલ આજે ઉઘાડી પડી જશે, આપણું કરીકારવી મહેનત આ શ્રાવકે ધૂળધાણી કરી નાખશે, એના મનમાં તો મેટી ચિંતા ઉત્પન્ન થઈ છતાં
એ મીઠી મીઠી વાતો કરતા જાણે કાંઈ બનતું જ ન હાય તેમજ વર્તાવ કરી રહ્યા હતા. એમને આશા હતી કે “છેડે ઘણે પણ લેપ ચેટી રહ્યો હશે જેને પ્રતાપે હું નદી તરી જઈશ.”