________________
( ૩ર૭) પધારેલા હોવાથી લેકમાં તેમજ બ્રાહ્મણોમાં ખુબ પ્રશંસા થઈ, અનેક બ્રાહ્મણે તે શ્રાવકને ઘેર પધારી તાપસ ગુરૂદેવનાં વખાણ કરી જૈન ધર્મની શ્રાવકેને હેઠે જ શ્રાવકેના ઘરમાં રહી તેમનું અન્ન ખાઈ નિંદા કરવા લાગ્યા. આ પણ બ્રાહ્મણોની શ્રેષ્ઠતાને નમુનાજને !
શ્રાવકે પણ મનમાં સમજતા હતા કે તમે પણ એક વખત નિંદા કરી લ્યો, ઘડી પછી જુઓ તો ખરા કેની મશ્કરી થાય છે તે છતાં ઉપરથી બ્રાહ્મણને મોંએ મીઠી મીઠી વાત કરવા લાગ્યા.
સમય થતાંજ ચેકમાં બાજોઠ માંડ્યો શ્રાવકમાં પણ કેટલાક એવા પણ હતા કે તાપસને પુરો કરી નાખે, એને ફજેતા કરવો, પણ યુક્તિપૂર્વક કામ લેનારા શ્રાવકે સમજુ અને વિવેકી હતા. ઉતાવળ નહિ કરતાં સમયની રાહ જોનારા અને દાવ આવે સંગઠી મારનારા હતા.
“બાપજી ! પધારે આ બાજોઠ ઉપર, આપના ચરણાનું પ્રક્ષાલન કર્યા પછી એ ચરણામૃતનું અમે પાન કરશું, અમારા ઘરનાં બાળ બચ્ચાને પણ ચરણામૃત પીવરાવશું કે જેથી રેગ શોક સંતાપ ન આવે ને ઘરમાં પણ છાંટશું જેથી મરકી ન આવે. આપના જેવા પવિત્ર પુરૂષના ચરણામૃતથી અમારી સર્વે કંઈ આફત હવે નાશ પામશે. અમારા ઝુપડાં આપ રેજ રેજ કયાં પાવન કરે તેમ છે, આજે આપ