________________
(૩૨૫ ) ત્યાં જમવા આવે ત્યારે પહેલાં એના ચરણનું પ્રક્ષાલન કરજો. પ્રક્ષાલન કરતાં એના બન્ને ચરણ જળથી એવા સાફ કરજો કે ઔષધિ લેશ માત્ર પણ ન રહે. પછી જમાડી સત્કાર કરી એને વળાવા નદી સુધી તમે જજે ને પછી એ નદી ઉપર સ્થળની માફક ચાલે છે કે કેમ તેની ખાતરી કરજે. તે છતાંય જે એ પાણીમાં ચાલ્યો જશે તે હું બીજો ઉપાય કરીશ. પણ પ્રથમ તમે આ કામ કરજે.
આચાર્ય આર્યસમિતગુરૂનું વચન શ્રાવકે એ અંગીકર કર્યું. જે સમયની રાહ જોતા હતા તે સમય આવી પહોંચ્યો હોવાથી શ્રાવકોએ હવે તેની પોલ જાહેર કરવાનો નિશ્ચય કર્યો.
બીજે દિવસે પણ તાપસગુરૂ નદી ઉપર ચાલીને નગરમાં આવ્યો, જેને ત્યાં ભેજનનું નિમંત્રણ હતું ત્યાં ગ, એ માણસે ખુબ ભક્તિથી એનું સ્વાગત કર્યું. જોકે પણ ભેગા થયા હતા, બ્રાહ્મણે પણ એ તાપસને ગુરૂદેવ તરીકે માની એના ચરણામૃતનું પાન કરતા હતા, આજે શ્રાવકે પણ ત્યાં પહોંચી ગયા હતા. તાપસના ગુણનાં વર્ણન કરતા શ્રાવકે પણ જાણે તાપસના ભક્તો થઈ ગયા હોય તેવા જણાયા, “ગુરૂદેવ ! કાલે આપણે ત્યાં ભેજનનું આપને આમંત્રણ છે. ઉપરાઉપરી શ્રાવકોએ આમંત્રણ કર્યા, ઘણા શ્રાવકોએ આમંત્રણ કર્યા હોવાથી તાપસ ગુરૂ