________________
(૩ર૩) ભક્ત થયા છે ને બ્રાહ્મણે તો ખાસ એ તાપસને ગુરૂ તરીકે માની એને પૂજે છે, એ ચમત્કારમાં પોતાના ધર્મનું ગૌરવ સમજી આપણી નિંદા કરી રહ્યા છે.”
પણ એ ચમત્કાર તો કહો?” ગુરૂએ પૂછયું.
હાભગવાન! એ તે ભૂલી ગયા અમે, તેની પાસે ગમે તે શક્તિ હોય પણ એ તાપસ રોજ પાદુકા પહેરી નદીમાં પણ જમીનની માફક ચાલે છે. અરે બન્ને કાઠે નદીનાં પૂર વહ્યાં જતાં હોય છતાં જેમ જમીન ઉપર ચાલીયે તેની માફક પાણીમાં તે ચાલ્યો આવે છે. જરાય ડુબતા નથી કે વસ્ત્ર પણ પલળતાં નથી, નિત્ય પાદુકા પહેરી જળ માગે ગમનાગમન કરી લેકેમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. ને શ્રાવકેને દેખી એમની મશ્કરી કરતો કે “અમારા મતમાં જેવો પ્રભાવ છે તે તમારા મતમાં નથી માટે મારે કહેલો ધર્મ તમે અંગીકાર કરો.’ તેની રેજની આવી વાણીથી શ્રાવકોનાં મન પણ ડાલાયમાન થયાં છે. તેના પ્રભાવ તરફ અંજાયા છે.”
ગુરૂ જ્ઞાની હતા, ઘણા–શ્રુતના જાણકાર હોવા છતાં બુદ્ધિબળથી એનું કારણ જાણી લીધું. એ ગુરૂ તે આપણા વજકુમારના મામા અને સુનંદાના ભાઈ આર્યસમિત આચાર્ય હતા. ગુરૂ આજ્ઞાથી પોતાના શિષ્ય પરિવાર સાથે વિન્ડા કરતા એકદા તેઓ અચલપુર પધાર્યા હતા.