________________
(૩૩૩) કહેવા લાગી, “ મહષી! મેં તમને તે દિવસે બાળક સાં હતા તે મને પાછો આપે.”
સુનંદાની વાણું સાંભળી ધનગિરિ વિચારમાં પડ્યા. બધા સાધુઓ એકઠા થઈ ગયા, સુનંદા પોતાના સગાને તેડીને આવેલી હોવાથી રખેને કાંઈક તોફાન થાય જેથી સંઘના આગેવાનોને પેલા શય્યાતરે–સ્ત્રી પુરૂષ વગેરે ભેગાં થઈ ગયાં.
“હે મુગ્ધ ! માગ્યા વિના પણ આ બાળક તેં અમને તે દિવસે આપી દીધો હતો. સાધુઓને અર્પણ કરેલું પાછુ લેવું એ વમન કરેલા અને પાછું લેવા બરાબર છે, છતાં તું એને પાછો માગે છે એ અજાયબ જેવી વાત છે. વેચેલી વસ્તુની જેમ એક વસ્તુ બીજાને આપ્યા પછી તેના પરના સ્વામીપણાનો હકક રદ થાય છે, માટે પુત્રને આપ્યા પછી એને પાછા લેવાની માગણું કરવી તને ઉચિત નથી.”
મહારાજ! તમે તે કાંઈ ગાંડા થયા છે, એમ કેઈ પોતાના છોકરાને આપી દેતું હશે. છોકરે તો તમારે આપવોજ પડશે, એમ બળાત્કારે કાંઈ સાધુ ન બનાવાય.” સુનંદાએ હઠ ચાલુ રાખી.
તું નકામો કદાગ્રહ કરે એટલું જ, છોકરો તો તને હવે મળનાર નથી,” ધનગિરિએ રેકડું પરખાવ્યું.