________________
( ૩૧૭) હતે. એમ અમે સાંભળ્યું છે જેથી તમને પાછો માગવાને કંઈ હક્ક નથી.'
એવું કાંઈ નથી, મેં કાંઈ આપી દઈ મારે હક જતે કર્યો નથી. એના પિતાને મેં સાચવવા આપ્યું હતું, મેં કાંઈ તદૃન આપી દીધો છે એવું કાંઈ નથી.”
તે તમે જાણે, અમે એમાં કાંઈ ન સમજીએ, પ્રથમ તે એની માતા તમે છો એ અમે જાણતાં જ નથી. છતાંય માને કે તમે એની માતા છે તે પણ અમે તમને આપણું નહિ. ”
શાતરી સ્ત્રીઓનાં આવાં વિરૂદ્ધ વચન સાંભળી સુનંદા ચમકી. એ પુત્રને કેવી રીતે હાથ કરવો એની તેને ગમ પડી નહિ. ચારે બાજુએ સ્ત્રીઓનું ટોળું જામેલું હતું, પોતે વચમાં એકાકી ઘેરાઈ ગઈ હતી. એ બધાની વચમાં પોતે એલી હતી. અસહાય અને નિરાધાર હતી. ઝઘડે કરવાની તેની વૃત્તિ નહતી. બહુ ખેચપકડ કરવામાં પણ મજા નહતી.
નહિ આપવાનું કારણ?” સુનંદાએ કહ્યું.
“કારણ તે દેખીતું જ છે. તમે કોઈ અમને સે નથી, સાધુ મહારાજ-ગુરૂ મહારાજને અમે શું જવાબ દઈએ.”
“ એમને કહી દેજે કે એની માતા આવીને પુત્રને તેડી ગઈ.”