________________
(૩૧૮) ના તે નહિ બને, તમારે જે આ પુત્રને લઈ જ હોય તે એક રસ્તો તમારી મરજી હોય તે બતાવું.
શું રસ્તે ?”
એના પિતા આવે,–ગુરૂ મહારાજ અહીંયા પધારે ત્યારે આવજો ને એમની પાસે માગણું કરજે.”
એ પણ ઠીક છે, એના પિતા આવશે એટલે એમની પાસેથી હું પાછો મેળવીશ. પણ ત્યાં સુધી એક મારી શરત તમારે પણ પાળવી પડશે.”
શી શરત છે તમારી?”
આ બાળક ને હું જ રમાડવા આવીશ, તમારે મને રમાડવાને અને સ્તનપાન કરાવવા આપવો પડશે.”
તે રમાડજેને બાઈ એમાં અમને શું હરક્ત છે, એમાં અમે વાંધો નહિ લઈએ, અમને તે તમે લઈ જાવ એમાં વાંધો છે, રમાડવામાં નહિ.”
એટલેથી સુનંદાએ મન વાળીને પુત્રને રમાડી પાછા ધાવમાતાની જેમ શય્યાતરીઓને સેંપી દીધો ને પોતે ઘેર આવી.
તેણે પોતાના શ્વસુરપક્ષ તેમજ પિયરપક્ષના પુરૂષોને ભેગા કર્યા અને પુત્ર સંબંધી હકીકત કહી સંભળાવી કે