________________
( ૩૧૩) આચાર વિચાર સમજતો હતો જેથી તેને આહાર નિહારની જ્યારે જરૂર પડતી ત્યારે, પિતાનું રક્ષણ કરનારા માણસને સ્પષ્ટ સંજ્ઞાથી જણાવી દેતા હતા.
વજકુમાર અનેક શય્યાતરી સ્ત્રીઓથી પોષાતો હોવાથી તે દરેક સ્ત્રીઓ ઉપર સમાન પ્રીતીગુણ ધરાવતો હતો. સાથ્થીએના ઉપાશ્રયમાં જ્ઞાનનાં ઉપકરણે, તથા ચારિત્રનાં નાનાં નાનાં ઉપકરણે લઈને બાળકીડા કરતો વા આર્યાઓને અને શય્યાતર સ્ત્રીઓને આનંદ પમાડતો હતા.
- વજકુમાર એવી રીતે આનંદ કરતે વૃદ્ધિ પામતો હતો. સિહગિરિ આચાર્ય તો વજીને સાધ્વીઓને સંપી શિષ્ય સહિત ત્યાંથી વિહાર કરી ગયા હતા. વજનું અહીંયા લાલન પાલન થતું હતું. બીજના ચંદ્રની માફક કમે કમે તે વૃદ્ધિ પામતો હતો. આનંદમાં મહાલતા એ વાકુમારની બાલચેષ્ટાની વાતો ગામમાં થવા લાગી. એ વાત અનુક્રમે સુનંદાના સાંભળવામાં પણ આવી. પુત્રથી કંટાળેલી માતાને પાછો ફરી એક વાર પુત્રનાં મુખદર્શન કરવાને અભિલાષ છે. ગમે તેવો તોય એ પિતાને પુત્ર હતો. તે પોતે એ બાળકની માતા હતી, એ માતાનાં હૈયાં તો પુત્ર તરફ નેહથી ઉભરાતાંજ હોય!