________________
(૩૦૭) ધનગિરિ અને આર્યસમિત ગુરૂની આજ્ઞા મેળવી ફરતા ફરતા ધનગિરિ રહેતો હતો એ શેરીમાં આવ્યા. ધનગિરિને શેરીમાં આવ્યા જાણું પાડે શણોએ તરતજ સુનંદાને સમાચાર આપ્યા, કે તારા પતિ ધનગિરિ આવી પહોંચ્યા છે. “તે હે સુનંદે આ પુત્રને તું આપ તે ખરી એને તેઓ શું કરે છે?”
સુનંદા પણ કંટાળી ગઈ હોવાથી પુત્રને સોંપી દેવા તત્પર થઈ. તે જેવી બારણામાં આવી કે તેટલામાં તો બન્ને મુનિઓ આવી પહોંચ્યા. બને મુનિઓને વાંદીને ધનગિરિ તરફ જોઈ સુનંદા બોલી, “આટલા સમય સુધી આ બાલકનું મારા આત્માની જેમ મેં પાલન કર્યું છે. મેં અનેક રીતે એને સમજાવવા-મનાવવાના પ્રયત્નો પણ કરી જોયા છતાં પ્રતિદિવસ રૂદન કરતાં એણે મને હેરાન હેરાન કરી નાખી છે. હું એનાથી હવે તદૃન કંટાળી ગઈ છું. જોકે તમે દીક્ષિત છો તથાપિ આ તમારા પુત્રને તમે ગ્રહણ કરે, પણ મારી જેમ તમે એનો ત્યાગ કરશે નહિ.”
હે ભદ્રે ! હું તો એને લઈ જઈશ પણ તું એમ કરવું રહેવા દે, તું માતા થઈને બાલકને તજી દે તે ઠીક કહેવાય નહીં.”
ઠીક હેાય કે નહી. પણ મેં તમને સોંપી દેવાને નિશ્ચય કર્યો છે. હવેથી હું એને એક દિવસ પણ રાખવાને શક્તિવાન નથી.’