________________
(૩૦૫). પધાર્યા છે. પાડોશણે પિતાને સેંપી દેવા કહે છે પણ માતા, ના પાડે છે માટે વધારે તોફાન મચાવું તો ઠીક.
છ માસનું બાળક કંઈ પણ સમજી શકે નહિ છતાં વજકુમાર સમજતા એનું કારણ એમને જન્મથી થયેલું પેલું જાતિસ્મરણજ્ઞાન હતું. એ જ્ઞાનથી એમણે પૂર્વ ભવજે હતે. પોતે દેવભવમાંથી આવ્યા છે એ પણ જાણતા હતા. આ મનુષ્ય ભવમાં બાળપણથી દીક્ષા ગ્રહણ કરી જગત ઉપર ધર્મધુરં ધર થવાને તે જન્મ્યા હતા. બીજાની માફક એ સામાન્ય કેટીના પુરૂષ નહોતા, પુરૂષ છતાં આજના જમાનાના એ મહાન પુરૂષ હતા. જે ધર્મ સામ્રાજ્યના નાયક થવાને જ સરજાયેલા હતા, એવા અને સંસાર પ્યાર ન હોઈ શકે.
વજ કુમારે અધિકાધિક રૂદન શરૂ કર્યું. એ છ માસને વજ હાથ પગ પછાડે ને રડે, માતા ખોળામાં લે તો ત્યાં પણ હાથ પગ પછાડી મહાન રૂદન ધ્વનિથી માતાના કાન પણ ફાડી નાખે. અહર્નિશના એ વ્યવસાયથી માતાની ધિરજ ખુટી ગઈ. ખરેખર એ કંટાળી ગઈ ને ગમે તેવાની પણ ધિરજ ખુટી જાય. રેજના અણધાર્યા પ્રતિકુળ બનાવોથી માણસ કયાં સુધી ધિરજ ધારણ કરે. દરેક વસ્તુની હદ હોય છે. પરિવર્તન પણ કાળે કરીને દરેકમાં થયાંજ કરે છે.
સુનંદાને પણ લાગ્યું કે “બાળકને એના પિતાને સોંપે