________________
(૩૧૦) ગિરિએ પણ યતથી સૌભાગ્યના પાત્ર અને રૂપરૂપના અંબાર સમા એ પુત્રને ગુરૂ મહારાજને અર્પણ કર્યો. એ ઓળીમાંથી તેજથી સૂર્ય સમાન દેદીપ્યમાન એ બાળકને પોતાની બે ભૂજ વડે આચાર્ય મહારાજે ગ્રહણ કરી લીધે. બાળકના અતિ ભારથી આચાર્ય મહારાજના હાથે પણ નમવા લાગ્યા. તેના ભારથી હાથને ભંગ થતો જોઈ વિસ્મય પામી ગુરૂ બોલ્યા, “અહ પુરૂષરૂપધારી આ વા છે કે શું ?”
આચાર્ય મહારાજ બાળકને લઈને ઉપાશ્રયમાં આવ્યા, તેટલામાં તે એમને એટલે બધે પરિશ્રમ લાગે. એમના બન્ને હાથે જાણે અતિ મહેનત કરવાથી થાકી ગયા હોય, એવી સ્થિતિ હોવા છતાં બાળકની કાંતિ જોઈ બેલ્યા, “ આ મહા ભાગ્યવંત બાળક પ્રવચનના આધાર રૂપ થશે. અતિ ભારથી પુરૂષરૂપધારી આ વા કોઈથી ધારણ કરી શકાય તેમ નથી. આ બાળકની હે સાધુઓ તમારે બહુ જ સંભાળ રાખવાની છે. કારણ કે રત્નો પ્રાય: અપાયવલ્લભ (વિડ્યોને પ્રિય) હોય છે.”
ગુરૂમહારાજે એ પ્રમાણે બાળકનું ભવિષ્ય ભાખી એને માટે શી વ્યવસ્થા કરવી તેમના વિચારમાં પડ્યા. આ બાળકની વાત સાંભળી શ્રાવકશ્રાવિકાને મોટે સમુદાય ત્યાં એકઠા થઈ ગયે, સાધ્વીઓ પણ ભેગી થઈ. બધાંય બાળકને જોઈ ખુશી થયાં. બધાને લાગ્યું કે, “આ બાળક જૈન શાસનના આધાર રૂપ થશે.”