________________
( ૩૧૨) ત્યાંથી ભાગી જશે ને તીર્થને માર્ગ આ પુરૂષના પ્રયત્નથી જ ખુલ્લો થશે.”
બધાય આ પુરૂષની શક્તિથી અજાયબ પામ્યા. વજા બાળક પણ જાતિસ્મરણજ્ઞાનવાન હોવાથી ગુરૂનાં વચને એમણે પણ સાંભળ્યાં હતાં.
આચાર્ય મહારાજે વજકુમાર સાધ્વીઓને સેં. ત્યારથી વજ બાલક સાધ્વીને ઉપાશ્રયે રહેવા લાગ્યો. સાધ્વીઓની ભક્તા શય્યાતરી શ્રાવિકાઓએ ઉછેરવાની માગણી કરવાથી આર્યાઓએ તેમને સોંપ્યા. પોતાના પુત્ર કરતાં પણ અધિક પ્રીતિથી તેને ઉછેરવા લાગી. એકકમલથી બીજા કમલે જેમહંસ જાય તેમ એક હાથથી બીજે હાથ શય્યાતર રમણીઓના હાથે ફરતો તે તેમના ઉત્સંગમાં રમવા લાગ્યો. એ બાળકને રમાડવામાં શય્યાતર સ્ત્રીઓ હર્ષઘેલી થઈ જતી. એક ઉસંગથી બીજા ઉલ્લંગમાં કીડા કરતા બાલ બધાને આનંદના સ્થાન રૂપ થયે. મહાભાગ્યવંત એવી તે સુંદરીઓ વજને સ્નાન, બાન અને પાન કરાવવામાં સ્પર્ધા બતાવવા લાગી.
બાળક છતાં પણ જ્ઞાની વા વૃદ્ધની માફક શાંત અને ગંભીર જણાતા હતા. બાળક છતાં શય્યાતર સ્ત્રીઓને અરૂચી થાય તેવું કદી પણ કાર્ય કરતો નહિં. ને આહાર પાણું પણ માત્ર શરિરને નિર્વાહ જેટલાંજ લેતા હતા. તેય પિતાને ખપે તેવાં પ્રાશુજ લેતે હતો. જાતિસ્મરણ જ્ઞાન હોવાથી એ વિવેકી