________________
(૩૦૮) “પણ તું જાણે છે એ વાત કે અમને આપ્યા પછી તને તારો પુત્ર ફરીને પાછો મળી શકશે નહિ. સમજી.”
ભલે ન મળે તો, મારે હવે એની જરૂર નથી. તમે એને લઈ જાઓ, તમારે જોઈએ તેમ એની વ્યવસ્થા કરવા તમે મુખત્યાર છે!”
એ વિચારો તારા હંમેશને માટે કાયમ રહેશે, થોડા માસ પછી પાછા ફરી જશે તે.”
“ના કદિપણ નહી ફરે, છોકરો હું તમને અર્પણ કરી દઉં છું.”
હજી પણ વિચાર કરી લે, હજી છોકરો તારી પાસે છે ત્યાં લગણ કાંઈ બગડ્યું નથી.”
તો વિચાર કરે છે, મારે એ વિચાર હવે કરે તેમ નથી.”
તેં નક્કી વિચાર કર્યો ત્યારે!” હા! નકકી !” શું વિચાર કર્યો ?” એજ વળી તમને આપી દેવાને.” “જેવી તારી મરજી, પણ એક કામ કરે ત્યારે!” વળી શું કામ કરવાનું છે.”