________________
(૩૦૩) જૈનશાસનનો ન્યાયી અને ગૌરવવંતે રાજમાર્ગ છે. એમાં શાસનની શોભા છે. એવા માગે વર્તન કરવાથી ગુરૂ અને શિષ્ય બન્નેની શોભા છે. એ બન્નેની શોભામાં શાસનની પણ શોભા છે. એવી રીતે દીક્ષા લેનારાઓ જલદીથી આત્મહિત કરી શકે છે. પાછળ ધર્મની નિંદા ન થાય ગુરૂઓની અવગણના ન થાય તેમજ મહાવીરના શાસન તરફ અભાવ ન થાય એ માટે રજા લેવાનો હેતુ જણાય છે.
વાકુમારે રડવાને ધંધે હાથ કરેલ હોવાથી સુનંદા બહુજ કંટાળી ગઈ. એની પાડેશણે પણ શું કરે? બાળકને મનાવવાના અથાગ પ્રયત્ન થાય છતાંય જ્યાં ઈચ્છાપૂર્વકઇરાદાપૂર્વક રડવાની પ્રવૃત્તિ થતી હોય તે શી રીતે અટકે.
સુનંદા તે દેવકુમાર જેવા છતે પુત્રે પણ આનંદરહિત થઈ ગઈ. પુત્રને મનાવવા માટે એ માતા કાંઈ બાકી રાખે. જેટલા ઉપાયે મગજમાં ઉત્પન્ન થયા તે સર્વે કરી ચુકી પણ નિષ્ફળ, વજકુમાર રડતાં બંધ પડે શું કરવા?
છ માસના વ્હાણાં વહી ગયાં ત્યારે સિંહગિરિ આચાર્ય ધનગિરિ અને આર્યસચિત આદિ શિષ્ય પરિવાર સાથે તુંબવનનગરમાં પધાર્યા. એમના આગમનની વાર્તા ગામમાં જલમાં તેલબિદુની માફક પ્રસરી ગઈ.
સુનંદાની પાડે શણોએ ધનગિરિના આગમનના સમાચાર સુનંદાને જણાવતાં કહ્યું કે “બેન ! સુનંદા! એક વાત