________________
પ્રકરણ ૩૪ મું.
અર્પણ. મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૪૯૬ વર્ષે વજસ્થામીને જન્મ થયો અર્થાત્ વિક્રમ સંવત ૨૬ માં વસ્વામીને જન્મ થયો. જન્મ થતાંજ પિતાએ દિક્ષા લીધી એવા શબ્દો કાને આવતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એ જાતિસ્મરણથી પોતે પણ દીક્ષા લેવાને માટે તૈયાર થયા. હવે માતાની રજા લેવા માટે એમને આ પ્રયાસ હતો. જેમને ચારિત્ર લેવાના ભાવ થાય છે અને જેઓ ખરેખરા વૈરાગી છે એમને જગતની કઈ પણ વ્યક્તિ રેકવાને સમર્થ છે ખરી કે.
માતા પિતા કે વડીલોની રજા મેળવવી એ જ દીક્ષીતના વૈરાગ્યની ખરી કસોટી છે. જે દીક્ષિત ખરેખર વૈરાગ્યવાસીત હોય, સંસારમાંથી નિકળવાને આતુર થઈ રહ્યો હોય તે પછી કેઈ પણ ઉપાયે એ રજા મેળવે છે. શાલિભદ્ર અને અવંતિસુકુમાર જેવા અખુટ વૈભવ અને બત્રીસ બત્રીસ રમણીયેના ધણું થનારાઓને પણ માતાઓએ રજા આપી છે. રાજકુમારે પણ માતાપિતાની રજા મેળવે છે. રાજ્યકર્તા અભયકુમારે પણ મગધરાજની રજા મેળવી હતી. માતાપિતા કે વડીલેની રજા મેળવી દીક્ષા લેવો એ એક